પરમાણુનું પ્લમ પુડિંગ મૉડલ કયા વૈજ્ઞાનિકે આપ્યું?
સન્મુખ સંઘાત એટલે શું? તે માટે સંઘાત પ્રાચલ જણાવો.
પ્રકીર્ણન પામતા $\alpha -$ કણો માટે રધકફર્ડની સમજૂતી આપો.
જ્યારે પ્રથમ ટાર્ગેંટનો પરમાણ્વિય આંક $Z_1= 64$ અને બીજા ટાર્ગેંટનો પરમાણ્વિય આંક $Z_2 = 80$ હોય ત્યારે વિકિરણ $K_{\alpha\,1}$ અને $ K_{\alpha\,2}$ ની તરંગ લંબાઈનો આશરે ગુણોત્તર .......છે.
$m$ દ્રવ્યમાન તથા $v $ વેગથી ગતિ કરતા $\alpha $ કણને $Ze$ જેટલા વિદ્યુતભારવાળા કોઇ ભારે ન્યુકિલયસ પર આપાત કરવામાં આવે છે, તો તેના ન્યુકિલયસના કેન્દ્રથી લઘુતમ અંતર દળ $m$ પર કેવી રીતે આધાર રાખે છે?
નીચેના પ્રશ્નોના જવાબ આપો જે તમને થોમસન મોડેલ અને રધરફર્ડ મૉડેલ વચ્ચેનો તફાવત સમજવામાં સારી મદદ કરશે.
$(a)$ પાતળા સુવર્ણ વરખ વડે થતા $\alpha -$ કણોના વિચલન (આવર્તન)ના સરેરાશ કોણ અંગે થોમસન મૉડેલનું પૂર્વાનુમાન રધરફર્ડ મૉડેલના પૂર્વાનુમાન કરતાં, ઘણું ઓછું, લગભગ તેટલું જ કે ઘણું વધારે છે?
$(b)$ પશ્ચાદ્દવર્તી (પાછળ તરફનું, Backward) પ્રકીર્ણન (એટલે કે $90^o$ કરતાં મોટા કોણે $\alpha -$ કણોનું પ્રકીર્ણન)ની સંભાવના અંગે થોમસન મોડેલનું પૂર્વાનુમાન રૂધરફર્ડ મૉડેલના પૂર્વાનુમાન કરતાં ઘણું ઓછું, લગભગ તેટલું જ કે ઘણું વધારે છે?
$(c)$ પ્રયોગથી એવું જણાય છે કે બીજા પરિબળો અચળ રાખતાં, ઓછી જાડાઈ માટે, મધ્યમ (Moderate) કોણે પ્રકીર્ણન પામતા $\alpha -$ કણોની સંખ્યા,$ t$ ના સમપ્રમાણમાં છે. $t$ પરની આ સપ્રમાણતા શું સૂચવે છે?
$(d)$ પાતળા વરખ દ્વારા $\alpha -$ કણોના પ્રકીર્ણનના સરેરાશ કોણની ગણતરીમાં એક કરતાં વધુ (Multiple) પ્રકીર્ણન થવાનું અવગણવું કયા મૉડેલમાં સંપૂર્ણપણે ખોટું છે?